VIDEO/ ખેડામાં : ડૉક્ટરની ગેરહાજરીમાં પટાવાળાએ સગર્ભાને ઈન્જેક્શન આપી બોટલ ચઢાવી!
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સનાલી PHC કેન્દ્રમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સનાલી PHC કેન્દ્રમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સાસ્તાપુર ગામની 8 મહિનાની સગર્ભા રેશ્માબેનનું હિમોગ્લોબિન માત્ર 5 ટકા હોવા છતાં, હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર કે ટ્રેન્ડ નર્સ હાજર નહોતા.આ ગંભીર સ્થિતિમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગરના પટાવાળા અસ્મિતાબેન સોઢાએ સગર્ભાને ઈન્જેક્શન આપી આયર્ન સુક્રોઝની બોટલ ચઢાવી દેતા ખળભળાટ મચી ગયો છે. કેસ લખવાનું કામ કરતા પટાવાળા દ્વારા દર્દીના જીવ સાથે રમત રમવાની આ ઘટના દર્શાવે છે કે સરકારી દવાખાનાઓ ભગવાન ભરોસે ચાલી રહ્યા છે.







