VIDEO: વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને PM મોદીએ દેશવાસીઓને આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવાની અપીલ કરી
વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નર
વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવાની અપીલ કરી છે. આ અપીલને ટૂર ઓપરેટરો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે અને લોકોનું ધ્યાન હવે ડોમેસ્ટિક પ્રવાસ તરફ દોરવામાં આવી રહ્યું છે. પરંતુ ટુર ઓપરેટર્સનું કહેવું છે કે દેશની એરલાઈન્સ બેફામ બની ગઈ છે. ડોમેસ્ટીક ભાડામાં તોતિંગ વધારો થઈ ગયો છે. જેને કારણે મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ભારત સરકાર અને એવિએશન મંત્રાલય દ્વારા ભાડા પર અંકુશ લાવવાની માંગ ઉઠી છે. ટૂર ઓપરેટરો પણ એરલાઇન્સને સહકાર આપવા અને ડોમેસ્ટિક ટૂરને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે. હાલ વેકેશન સિઝનમાં જાપાન, યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા વિદેશી ટૂરના બુકિંગ પહેલેથી જ ફુલ થઈ ગયા છે. મહત્વનું છે કે ભારતમાંથી વિદેશ પ્રવાસ પાછળ લગભગ 1500 થી 1700 કરોડ રૂપિયાનો હૂંડિયામણ ખર્ચ થતો હોવાનું અનુમાન છે.




