VIDEO: અમદાવાદના કાંકરીયામાં ભૂલકાઓ પતરા નીચે બેસીને ભણવા મજબૂર બન્યા, કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?
ગુજરાતમાં આધુનિક ભણતરની વાતો કરતો કરતા તંત્રની આંખો ક્યારે ઉઘડશે. નણ
ગુજરાતમાં આધુનિક ભણતરની વાતો કરતો કરતા તંત્રની આંખો ક્યારે ઉઘડશે. નણઘડ તંત્રની વરવી વાસ્તવિક્તા સામે આવી છે. મેટ્રો સિટી કહેવાતા અમદાવાદમાંથી સામે આવી છે. અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેદરકારીને કારણે કાંકરિયા ગુજરાતી શાળા નંબર 8માં વર્ગખંડની અછતનો ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે. આ શાળામાં વર્ગખંડનો અભાવ હોવાથી બાળકો પતરાં નીચે બેસીને ભણવા મજબૂર છે.
કેટલાક વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસીને ભણવું પડે છે
સ્થિતિ એટલી ગંભીર છે કે, કાંકરિયાની એક અન્ય શાળાનું બિલ્ડિંગ જર્જરિત થઈ જતાં, તેના વર્ગોને પણ આ શાળામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે વર્ગખંડની અછત વધુ તીવ્ર બની છે, અને કેટલાક વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસીને ભણવું પડે છે.આ પરિસ્થિતિ શિક્ષણની ગુણવત્તા અને બાળકોના સ્વાસ્થ્ય તેમજ સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
શિક્ષણ તંત્રની આ બેદરકારીને કારણે વાલીઓમાં નારાજગી
શિક્ષણ તંત્રની આ બેદરકારીને કારણે વાલીઓ અને નારાજગી જોવા મળી રહી છે. શાળાઓમાં પૂરતી ભૌતિક સુવિધાઓ અને વર્ગખંડની વ્યવસ્થા કરવાની જવાબદારી શિક્ષણ સમિતિની છે, પરંતુ આ ઘટના તેમની નિષ્ફળતાને દર્શાવે છે.





