મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બેદરકારી બદલ ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટની વડોદરામાં બદલી

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ આર

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ આરોગ્ય વિભાગે ગંભીર નોંધ લઈ વહીવટી નિર્ણય લીધો છે. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર ધારીત્રી પરમારની બદલી કરી તેમને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે મુકવામાં આવ્યા છે.

મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં અનેક બેદરકારીઓ સામે આવી હતી, જેને પગલે વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. હવે નવી સિવિલ હોસ્પિટલનો ચાર્જ ડોક્ટર પારુલ વડગામાને સોંપવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો