મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં વહેલી સવારે થયો ભીષણ અકસ્માત, ટક્કર લાગતા જ કાર પલ્ટી મારી ગઈ

સુરતના પાલ વિસ્તારમાં વહેલી સવારે એક ભીષણ અકસ્માતની ઘટના સ

સુરતના પાલ વિસ્તારમાં વહેલી સવારે એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં નશાની હાલતમાં ધસમસતી આવતી એક XUV કારના ચાલકે રોડ પર પાર્ક કરેલી અન્ય કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો વિકરાળ હતો કે ટક્કર લાગતા જ કાર પલ્ટી મારી ગઈ હતી, જેનો જોરદાર અવાજ સાંભળી આસપાસના રહેવાસીઓ તુરંત ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને નશાખોર ડ્રાઈવર વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો