મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સાયલાના ચોરવીરામાંથી ગેરકાયદેસર કાર્બોસેલ ખનીજનું ખોદકામ ઝડપાયું, વિવિધ સામગ્રી કરાઈ જપ્ત

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સાયલામાં તંત્રએ દરોડ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સાયલામાં તંત્રએ દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે  સાયલા તાલુકાના ચોરવીરા વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનીજના ખોદકામનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી 43 કુવામાંથી કાર્બોસેલ ખનીજનું ખોદકામ ઝડપી પાડ્યું છે.

75 કાર્બોસેલના કુવા ઝડપાયા

 કાર્બોસેલની ખાણ પાસેથી  40 પાઇપ, 10 બેકેટ, કેસિંગ અને ચરખી સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. છેલ્લા દસ દિવસમાં આ વિસ્તારમાંથી કુલ 75 કાર્બોસેલના કુવા ઝડપાયા છે. દસ દિવસ પહેલા સાયલા મામલતદાર ટીમે 32 કુવા ઝડપી પાડ્યા હતા, ત્યારે ખનીજ વિભાગે કામગીરી નકારી હતી. હવે ફરી 43 કુવા ઝડપાતા તંત્રની કાર્યવાહી અંગે અનેક સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો