VIDEO: સુરેન્દ્રનગર સિવિલના બંધ રૂમમાં દર્દીઓના જીવ બચાવવાળી દવાઓની દુર્દશા જોશો તો...
સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે
સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. કોરોના સમય દરમ્યાન જે દવાઓની અછત હતી તે દવાઓ સિવિલ હોસ્પિટલના બંધ રૂમમાં ખોખા ભરી ભરીને મળી આવી હતી.
આખો રૂમ દવાઓ, ઈન્જેક્શનો અને કફ સીરપોથી ભરાયેલો હતો
આખો રૂમ દવાઓ, ઈન્જેક્શનો અને કફ સીરપોથી ભરાયેલો હતો. જ્યારે આ અંગે સિવિલ હોસ્પિટલના ફાર્મસીસે લુલો બચાવ કરતા કહ્યું કે દવાઓના જથ્થા અમને કોઈ રેકોર્ડ નથી મળ્યું.
આ તમામ દવાઓ હાલ એક્સપાઈરી હાલતમાં
દવાઓ જોતા ખબર પડી કે આ તમામ દવાઓ એક્સપાઇરી ડેટ થઈ ગઈ છે. મહત્વનું છે કે કોરોના સમયે દવાઓના અભાવના પગલે અનેક લોકો મોતને ભેટ્યા હતા ત્યારે દવાઓનો જથ્થો મળી આવતા સિવિલ હોસ્પિટલની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.






