VIDEO: વાવ પેટા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા બનાવવામાં આવ્યું આદર્શ મતદાન મથક
આજે બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. જેની વચ્ચે વા
આજે બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. જેની વચ્ચે વાવ ખાતે આવેલું આદર્શ મતદાન મથક ખાતે મત આપવા આવનાર મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લોકોમાં મતદાનને લઈને જાગૃતા આવે તેવો તંત્ર દ્વારા એક ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં લગ્નના મંડપની જેમ મતદાન મથક ઉભું કરાઈને સુશોભિત કરવામાં આવ્યું હતું.
વાવ વિધાનસભા બેઠકના વાવ, સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બુથો પર મતદાન થઈ રહ્યું છે. વાવ વિધાનસભાના 3,10,775 મતદારોમાં 1,61,293 પુરુષ મતદારો અને 1,49,387 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
કતારોમાં ઉભેલા મતદારોને તડકામાં તપવું ન પડે તે માટે છેકથી છેક મંડપ બાંધવામાં આવ્યો હતો. જેમાં મતદાન કરવા માટેની જાગૃતિ આવે તે માટેના સ્લોગન્સ પણ તંત્ર દ્વારા મુકવામાં આવ્યા હતા અને યુવાનો માટે ખાસ સેલ્ફી પોઇન્ટ પણ મંડપની અંદર ઉભો કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત મેડિકલ સહિતની તમામ વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી હતી.
વાવમાં મતદાન માટે 331 મતદાન મથકો ઉભા કરાયા છે. જેમાં 97 સંવેદનશીલ કેન્દ્રો સામેલ છે. આ વખતે વાવ વિધાનસભા બેઠક પર 3 લાખ 10 હજાર 681 મતદારો નોંધાયા છે. મતદાન માટે 1400થી વધુ કર્મચારીઓ તૈનાત કરાયા છે. જ્યારે 1500 જેટલા પોલીસ સ્ટાફ સાથે 04 ડીવાયએસપી..08 પીઆઇ અને 30 પીએસઆઇ સહીતનો કાફલો ખડેપગે છે. કુલ 10 ઉમેદવારોએ વાવની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.






