VIDEO: ઊંઝા નગરપાલિકામાં હોદ્દેદારોની નિમણૂકને લઈ આંટા કડવા પાટીદાર સમાજમાં ભારે નારાજગી
મહેસાણાની ઊંઝા નગરપાલિકામાં હોદ્દેદારોની નિમણૂક
મહેસાણાની ઊંઝા નગરપાલિકામાં હોદ્દેદારોની નિમણૂક બાદ આંટા કડવા પાટીદાર સમાજમાં ભારે નારાજગી જોવા મળી છે. સમાજ સાથે સંકળાયેલા વ્યક્તિઓને એકપણ હોદ્દો ન મળતાં આંટા કડવા પાટીદાર યુવા સંગઠનના મંત્રીએ ધારાસભ્ય કિરીટ પટેલને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે.
સંગઠનના દાવા મુજબ ભાજપના 17 પાટીદાર કોર્પોરેટરોમાંથી 13 આંટા સમાજના છે. 22 બિનહરીફ સીટો જીતવામાં પણ સમાજનો સિંહફાળો હતો. છતાં મુખ્ય પાંચ હોદ્દાઓમાંથી એકપણ ન આપવાથી અન્યાય થયો છે. સમાજે નિર્ણય પર ફેરવિચારણા કરીને ઓછામાં ઓછા 1 થી 2 હોદ્દા આપવાની માંગ કરી છે.



