VIDEO: સુરેન્દ્રનગરમાં મધ્યરાત્રિએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જ વાહનચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો
સુરેન્દ્રનગરમાં મધ્યરાત્રિએ પેટ્રોલ અને ડીઝલના

સુરેન્દ્રનગરમાં મધ્યરાત્રિએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જ વાહનચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ૧૦ દિવસમાં ચોથી વખત ભાવ વધતા મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોની ધીરજ ખૂટી છે. ખાસ કરીને ડીઝલમાં 2.71 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાતા અને કિંમતો 100ને પાર પહોંચતા હાહાકાર મચી ગયો છે.પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે મધ્યરાત્રિએ વઢવાણ-સુરેન્દ્રનગર હાઇવે સંપૂર્ણ બ્લોક થઈ ગયો હતો. વાહનચાલકોના જણાવ્યા મુજબ, પૂરતા પૈસા ચૂકવવા છતાં પંપો પર ડીઝલ મળી રહ્યું નથી અને ૭-૭ કિલોમીટર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. તંત્ર સામે આક્રોશ ઠાલવતા સ્થાનિકોએ વહેલી તકે આ ઇંધણ કટોકટી અને ભાવવધારો અટકાવવા માંગ કરી છે.




