મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ડાંગ જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી, નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને કારણે વિવિદ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ રાજ્યના

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને કારણે વિવિદ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ રાજ્યના  ડાંગ જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ડાંગ  જિલ્લામાં અવિરત વરસાદને કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગિરા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે અવિરતપણે વરસતા વરસાદે જનજીવન  અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. 

ભારે વરસાદના પગલે જિલ્લાના છ મુખ્ય માર્ગો પર પાણીનું ઓવરટોપિંગ

આ ભારે વરસાદના પગલે જિલ્લાના છ મુખ્ય માર્ગો પર પાણીનું ઓવરટોપિંગ થતાં રસ્તાઓ બંધ થયા છે. બંધ થયેલા માર્ગોમાં ધોડવહળ વી.એ. રોડ, ખાતળ ફાટકથી ધોડી રોડ,કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, આહેરડી-બોરદહાડ રોડ, માછળી-ચીખલા-દિવડયાવન રોડ, અને કાકડવિહિર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે નદીઓમાં પૂર આવવાને કારણે રસ્તાઓ બંધ થયા છે. તો બીજી તરફ લોકોને પણ હાલાકીનો સામને કરવો પડી રહ્યો છેય

આ સમાચાર શેર કરો