મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઘુડખરના વધતા જતા ત્રાસથી 15 ગામના ખેડૂતોની ચિંતામાં થયો વધારો, ઉભા પાકને થઈ રહ્યું છે નુકશાન

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખરના વધતા જતા ત્રાસથી ખેડૂતોની ચિંતાઓ વધી ગઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખરના વધતા જતા ત્રાસથી ખેડૂતોની ચિંતાઓ વધી ગઈ છે. ઘણાદ, વણા, બકરથળી, રાજસીતાપુર સહિત 15 ગામોના ખેડૂતો રાત્રે ખેતરોમાં ઉજાગરા કરીને પોતાના ઉભા પાકોને બચાવવા માટે મજબૂર બન્યા છે.

ઘુડખરોના ત્રાસથી પાકોનો નાશ

ઘુડખરો કપાસ, મગફળી, જુવાર અને શાકભાજી જેવા પાકોનો નાશ કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોનું વાવેતર નિષ્ફળ થવાના આરે છે. તંત્રની ઉદાસીનતા અને નિષ્ક્રિયતાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે ખેડૂતો તંત્રને વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમની સમસ્યાનું નિવારણ આવી શક્યું નથી. 

આ સમાચાર શેર કરો