મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીના જલાલપોરની બેંક ઓફ બરોડાની શાખામાં 18.49 લાખનું ગોલ્ડ લોન કૌભાંડ આવ્યું સામે

નવસારીના જલાલપોર સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં 18.49 લાખનુ

નવસારીના જલાલપોર સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં 18.49 લાખનું ચોંકાવનારું ગોલ્ડ લોન કૌભાંડ સામે આવ્યું છે.જેમાં બેંકના જ અધિકૃત ગોલ્ડ વેલ્યુઅરે ચાર ગ્રાહકો સાથે મળીને પિત્તળના દાગીના પર અસલી સોનાનો સિક્કો મારી બેંકને ચૂનો ચોપડ્યો હતો. વર્ષ 2022 દરમિયાન ખેલાયેલા આ ખેલમાં વેલ્યુઅર જીતેન્દ્રકુમાર કોરાટે નકલી દાગીનાને 22 કેરેટ 916' હોલમાર્કવાળા અસલી સોના તરીકે ખપાવી ખોટો રિપોર્ટ આપ્યો હતો.જેના આધારે બેંકે કુલ 535 ગ્રામ દાગીના પર લાખોની લોન મંજૂર કરી દીધી હતી. આ છેતરપિંડી બહાર આવતા જ પોલીસે વેલ્યુઅર સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો