VIDEO: સોના-ચાંદીના ભાવમાં ભડકો, જ્વેલર્સ એસોસિએશનની વડાપ્રધાનને રજૂઆત કરવાની તૈયારી
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશહિતમાં એક વર્ષ સુધ
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશહિતમાં એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરવામાં આવતા અને બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારો થતા જ્વેલર્સ બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. સરકારે સોના-ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 6% થી વધારીને 15% કરી દેતા સોનાના ભાવમાં 10 ગ્રામે 12 હજારના ઉછાળા સાથે 1.65 લાખ અને ચાંદીમાં કિલોએ 18 હજારના વધારા સાથે 3 લાખનો રેકોર્ડબ્રેક ભાવ જોવા મળ્યો છે. આ આર્થિક ફેરફારો અને વડાપ્રધાનના નિવેદનની સીધી અસર ગ્રાહકો પર પડતા જ્વેલર્સ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જેને પગલે હવે વિવિધ જ્વેલર્સ એસોસિએશનો આ બાબતે ચર્ચા કરી વડાપ્રધાનને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.


