VIDEO: જેતપુરમાં વકીલની ઓફિસમાં ચાર મહિલાઓએ ઘૂસી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી
જેતપુરના તીનબત્તી ચોક પાસે આવેલ મારુતિ કોમ્પ્લેક્ષમાં મહિલા વકીલની
જેતપુરના તીનબત્તી ચોક પાસે આવેલ મારુતિ કોમ્પ્લેક્ષમાં મહિલા વકીલની ઓફિસમાં ચાર મહિલાઓએ ઘૂસી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વકીલ જ્યોતિબેન મકવાણાએ ત્રણ મહિના પહેલા કરણ પરમાર સાથે લીધેલા છૂટાછેડાનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી રાજલબેન, ચેતનાબેન, મનીષાબેન અને હંસાબેન પરમારે ઓફિસના પાછળના દરવાજેથી ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે વકીલ સાથે અપશબ્દો બોલી, વાળ ખેંચી અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. ઓફિસમાં હાજર લોકોએ વચ્ચે પડી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. હુમલા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાં ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલા વકીલને 112 અને 108 ની મદદથી જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજને આધારે પોલીસ ચારેય મહિલા વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.




