VIDEO: રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી હજુ શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સરકાર દ્વારા ટેકા
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી હજુ શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી છે. રાજ્ય સરકારે 4 એપ્રિલથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી, તેમ છતાં એક મહિના પછી પણ ધોરાજીમાં ખરીદી પ્રક્રિયા શરૂ થઈ નથી. ખેડૂતોને ખુલ્લા બજારમાં માત્ર 400થી 425 રૂપિયા પ્રતિ મણના ભાવ મળી રહ્યા છે, જે ટેકાના ભાવ કરતાં ઘણા ઓછા છે. ખેતીના વધતા ખર્ચ અને દેવાના બોજ હેઠળ ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરીને તાત્કાલિક ખરીદી શરૂ કરવાની માંગ કરી છે. ખેડૂતો તાત્કાલિક ખરીદી કેન્દ્રો શરૂ કરવાની માંગ સાથે સરકારને અપીલ કરી રહ્યાં છે.


