મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Rajkot / ધોરાજીમાં અચાનક વાતાવરણ પલટાયું, સમગ્ર પંથક ધુમ્મસની ચાદરમાં લપેટાયું, ભરઉનાળે શિયાળા જેવો અહેસાસ

સૌરાષ્ટ્રમાં ગરમીના પ્રકોપ વચ્ચે ધોરાજી પંથકમાં કુદરતનો અનોખો મ

સૌરાષ્ટ્રમાં ગરમીના પ્રકોપ વચ્ચે ધોરાજી પંથકમાં કુદરતનો અનોખો મિજાજ જોવા મળ્યો હતો. છેલ્લા આઠ દિવસથી લોકો 40થી 42 ડિગ્રી કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે અચાનક વાતાવરણ પલટાયું હતું.સમગ્ર પંથક ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ જતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. ભરઉનાળે શિયાળા જેવી ઠંડીની લહેર અને ઝાકળના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી. ગરમીથી પરેશાન લોકોએ આ અચાનક આવેલા પલટાથી રાહત અનુભવી હતી, જોકે ખેડૂતોમાં પાકને લઈને ચિંતા પણ જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો