મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ વોર્ડ 3માં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન, 15 વર્ષથી નર્કાગાર જેવી સ્થિતિ

રાજકોટના વોર્ડ નંબર ૩ માં આવેલી ગાંધી સોસાયટી, કૃષ્ણનગર અને પરાશર પાર્ક વિસ્તારના રહીશો છેલ્લા 15 વર્ષથી ન

રાજકોટના વોર્ડ નંબર ૩ માં આવેલી ગાંધી સોસાયટી, કૃષ્ણનગર અને પરાશર પાર્ક વિસ્તારના રહીશો છેલ્લા 15 વર્ષથી નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરી દેવાયું છે, પરંતુ સુવિધાના નામે માત્ર મીંડું મળ્યું છે. અહીંના રસ્તાઓ અત્યંત બિસ્માર અને અણીદાર પથ્થરોવાળા હોવાથી વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતનો ભય સતત રહે છે. રસ્તાની વચ્ચે ખુલ્લી ગટરની કુંડીઓ અને અત્યંત ધીમી ગતિએ ચાલતી નળ ગટરની કામગીરીને કારણે ચોમાસામાં કાદવ કીચડની ગંભીર સમસ્યા સર્જાય છે. તેમ છતાં ચૂંટાયેલા કોર્પોરેટરો માત્ર મત લેવા પૂરતા જ દેખાતા હોવાનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રની આ ઘોર બેદરકારીને કારણે સ્થાનિકો આ ચોમાસે પણ ઘરમાં કેદ રહેવા મજબૂર બને તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો