મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચના તવરા અને કડોદ ગામ નજીક ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન સામે ખેડૂતો અને ગ્રામજનો રસ્તા પર ઉતર્યા

ભરૂચ જિલ્લાના તવરા અને કડોદ ગામ નજીક ન

ભરૂચ જિલ્લાના તવરા અને કડોદ ગામ નજીક નર્મદા નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે ખેડૂતો અને ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પ્રતિબંધિત વિસ્તારમાં રાત-દિવસ મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે અને રેતી ભરેલા વાહનો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતા પાકને નુકસાન થઈ રહ્યું છે. અનેક ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ખાણ-ખનીજ વિભાગ થોડા સમય માટે કાર્યવાહી કરે છે, પરંતુ બાદમાં ફરી રેતી માફિયાઓ સક્રિય બની જાય છે. સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો