VIDEO: 1 મહિનાથી ચિરાગ નામનો ગુમ યુવક ન મળતા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ બાદ મૃતદેહ મળી આવતા પરિવારનો હોબાળો
VIDEO: અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાંથી એક મહિનાથી ગુ
VIDEO: અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાંથી એક મહિનાથી ગુમ થયેલા યુવકની ભાળ મેળવવા પરિવાર વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે બાદ એની રીતે તપાસ શરૂ કરી હતી. બીજી બાજું ઘણા સમયથી પુત્ર ચિરાગ ન મળતા આખરે પરિવાર કંટાળીને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી જેથી ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.
પોલીસે તપાસ કરતા સાણંદ નર્મદા કેનાલ પાસેથી ચિરાગનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ બોપલ પોલીસે 7 દિવસ બિનવારસી યુવકનો મૃતદેહ રાખી અંતિમવિધિ કરી નાખી હતી. જેને લઈને મૃતક ચિરાગના પરિવારજનોએ પોલીસ તંત્ર સામે આક્ષેપ કર્યા હતા. તેમના દીકરાની પોલીસે યોગ્ય શોધખોળ ન કરી અને પરિવારને જાણ કર્યા વગર પુત્રની અંતિમવિધિ કરી નાખી. જેથી ચિરાગની માતાએ પોતાના દીકરાની હત્યા થયાનો આરોપ મૂક્યો હતો.
બોપલ પોલીસ અને વેજલપુર પોલીસના કમ્યુનિકેશન ગેપના લીધે ગુમ થયેલા ચિરાગ નામના યુવકની બારોબાર અંતિમવિધિ કરી દેવામાં આવી હોવાનો પરિવારે આક્ષેપ મૂક્યો હતો. જેથી સમગ્ર કેસમાં બન્ને પોલીસ મથકના પી.આઈ ની બેદરકારી રાખી હોવાનો આક્ષેપ કરાયો છે. બેદરકારી બદલ સબંધિત પોલીસ મથકના અધિકારી સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે.






