Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Air Indian flight from Delhi to Kolkata stopped from the runway, reason revealed

Air India: દિલ્હીથી કોલકાતા જતી એર ઈન્ડિયાની ફલાઈટ રન-વે પર રોકવી પડી, જાણો આવું કારણ સામે આવ્યું

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Air India: દિલ્હીથી કોલકાતા જતી એર ઈન્ડિયાની ફલાઈટ રન-વે પર રોકવી પડી, જાણો આવું કારણ સામે આવ્યું
સોર્સ : GSTV

Air India: દેશની રાજધાની દિલ્હીથી કોલકાતા જતા ફલાઈટને આજે રન-વે પર ટેક્નિકલ ક્ષતિ જણાતા તાબડતોબ રોકી દેવામાં આવી હતી. જેને લઈ ચકચાર મચી દવા પામી હતી. વિમાન આશરે 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું. ત્યારે વિમાનના પાયલોટે બહાદૂરી અને સમજદારીથી ટેક્ ઓફ પહેલા રોકી લીધું. ત્યારબાદ ફલાઈટમાં બેઠેલા પ્રવાસીઓ અને એરપોર્ટના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફલાઈટ ઉડે તે પહેલા પાયલોટને ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. ત્યારબાદ પ્લેનને ટેક્ ઓફ પહેલા રોકી લીધું. ત્યારબાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફલાઈટ 2403ની તપાસ પછી તેને કેન્સલ કરી દેવામાં આવ્યું. 
ફલાઈટ રોકવાનો નિર્ણય
એર ઈન્ડિયા તરફથી અપાયેલા નિવેદનમાં જણાવ્યું કે, ફલાઈટ ઉડે તે પહેલા ટેક્નિકલ સમસ્યાની જાણ થઈ હતી. આવામાં કોકપિટ ક્રૂએ નિયમોના પાલન હેઠળ ઉડાન રોકવાનો નિર્ણય લીધો. પ્રવકતાએ જણાવ્યું કે, 21 જુલાઈ 2025ના રોજ દિલ્હીથી કોલકાતા જતા ફલાઈટ સંખ્યા  AI2403ને આજે સાંજ બાદ રવાના કરવા રિ-શેડયૂલ કરવામાં આવી છે. આવી કરવાનું ફલાઈટ ટેક્ ઓફ રોલ દરમ્યાન જોવા મળેલી ટેક્નિકલ ખામીને લીધે જરૂરી હતું.

App Store

તમામ પ્રવાસીઓને નીચે ઉતારવામાં આવ્યાં
એર ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું કે, કોકપિટ ક્રૂએ તમામ નિયમોના પાલન કરતા ટેક ઓફને રોકવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તમામ પ્રવાસીઓને નીચે ઉતારી દેવામાં આવ્યા અને દિલ્હીમાં ગ્રાઉન્ડ સ્ટાફ તેઓને મદદે આવ્યા હતા.