VIDEO/ મંત્રી બન્યા પછી પણ ટ્રેનમાં જ સફર, અત્યાર સુધીમાં ૨,૨૦૦થી વધુ રાતો ટ્રેનમાં વિતાવી
રાજસ્થાનના અજમેરમાં કેન્દ્રીય મંત્રી ભાગીરથ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બળતણ બચાવવાની
રાજસ્થાનના અજમેરમાં કેન્દ્રીય મંત્રી ભાગીરથ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બળતણ બચાવવાની અપીલથી પ્રેરિત થઈને એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.. તેમણે પોતાના સંસદીય મતવિસ્તારની મુલાકાતો દરમિયાન સુરક્ષા માટે મળતી પોલીસ એસ્કોર્ટ વાહનની સુવિધા સ્વેચ્છાએ છોડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એકલા પ્રવાસ કરવાનો નિર્ણય કર્યો હતો.
મંત્રી બન્યા પછી પણ તેઓ દિલ્હી અને પોતાના વિસ્તાર વચ્ચે સતત ટ્રેન દ્વારા જ સફર કરે છે અને અત્યાર સુધીમાં 22૦૦ થી વધુ રાતો ટ્રેન મુસાફરીમાં વિતાવી ચૂક્યા છે. વૈશ્વિક કટોકટીના આ સમયમાં દેશહિત કાજે લીધેલા આ નિર્ણયની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.
કેન્દ્રીય મંત્રીએ દેશના તમામ નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ વ્યક્તિગત વાહનોનો વપરાશ ઘટાડે અને બસ કે ટ્રેન જેવા જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરે. એક જ વાહનમાં સાથે મુસાફરી કરીને ઈંધણની બચત કરવી એ વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે.. તેમનું આ વીઆઈપી કલ્ચર મુક્ત અને સાદગીપૂર્ણ પગલું સ્માર્ટ ગવર્નન્સ અને પર્યાવરણ સંરક્ષણ તરફનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે..


