મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અજમેરમાં મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

રાજસ્થાનના અજમેરમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે, જ્યાં મુખ્ય પોસ્ટ ઓફિસને ફરી એક

રાજસ્થાનના અજમેરમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે, જ્યાં મુખ્ય પોસ્ટ ઓફિસને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે સાયનાઈડ ગેસથી ભરેલા 16 બોમ્બ ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. અજમેર જેવી ધાર્મિક અને પ્રવાસી નગરીમાં આવી ગંભીર ધમકી મળતા પ્રશાસન હાઈ એલર્ટ પર છે.

ઘટનાની જાણ થતાં જ કોતવાલી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવી તપાસ હાથ ધરી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક નાગરિક રમેશ પહેલવાનીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ધમકીઓથી વિસ્તારમાં ભયનો માહોલ છે અને લોકો સુરક્ષાને લઈને ચિંતિત છે.

આ સમાચાર શેર કરો