Video: જંબુસરમાં DGVCLના દરોડા: વીજ ચોરોમાં ફફડાટ
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા જંબુસરના વિવિધ વિસ્તારોમાં વીજ ચોરી રોકવા માટ
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા જંબુસરના વિવિધ વિસ્તારોમાં વીજ ચોરી રોકવા માટે વહેલી સવારે પાંચ વાગ્યે વ્યાપક દરોડા હાથ ધરવામાં આવ્યા. આ અચાનક કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો. DGVCLની પાંચ ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરના ભૂત ફળિયા, કપાસિયા પુરા, નાઝ સિનેમા, ભાગલીવાડ, અણખી ભાગોળ, ખાટકી વાડ, માછીવાડ અને પાંચ આત્રી જેવા વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું.
આ દરોડા દરમિયાન, DGVCLની ટીમોએ વીજ ચોરી કરનારાઓને પકડવા માટે ઝીણવટભરી તપાસ કરી. આ કાર્યવાહીથી ગેરકાયદે વીજળીનો ઉપયોગ કરનારાઓમાં ગભરાટ ફેલાયો.








