મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢમાં યોજાઈ ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરીમાં સંકલન સમિતિની બેઠક

જૂનાગઢમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની એક અનોખી બેઠક યોજાઈ હતી, જે

જૂનાગઢમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની એક અનોખી બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર અને ડીડીઓ સહિતના મુખ્ય ઉચ્ચ અધિકારીઓ ગેરહાજર રહ્યા હતા. તાજેતરમાં જ બદલી થવાના કારણે તમામ જૂના અધિકારીઓ છૂટા થઈ ગયા છે અને નવા અધિકારીઓએ હજુ સુધી ચાર્જ સંભાળ્યો નથી. આથી, જૂનાગઢ કલેક્ટરના બદલે અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક યોજવાની ફરજ પડી હતી.

આ બેઠકમાં ભાજપના ત્રણ ધારાસભ્યો સંજય કોરડીયા, અરવિંદ લાડાણી તેમજ દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ગેરહાજર જણાતા ચર્ચા જગાવી હતી. બેઠક દરમિયાન માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાના વિસ્તારના બિસ્માર રોડ-રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ શહેરના વિવિધ પ્રશ્નો જેવા કે પુરાતત્વ ખાતું અને નેશનલ હાઈવેને લગતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. આ સાથે જ આગામી સમયમાં શરૂ થનારી વસ્તી ગણતરી અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રાથમિક માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો