મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાસણગીરમાં તંત્રની બેદરકારીને લીધે 5 કિમી લાંબો ટ્રાફિકજામ, હજારો સહેલાણીઓને પડતી અગવડ

જૂનાગઢના પ્રસિદ્ધ પ્રવાસન ધામ સાસણ ગીરમાં વેકેશનના માહોલ વચ્ચે તંત્રની ઘોર બેદરકાર

જૂનાગઢના પ્રસિદ્ધ પ્રવાસન ધામ સાસણ ગીરમાં વેકેશનના માહોલ વચ્ચે તંત્રની ઘોર બેદરકારીને કારણે પ્રવાસીઓ અને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી સાસણ ગામમાં પ્રવેશવાનો એક તરફનો રસ્તો બંધ હોવાથી અને વન-વે જાહેર કરવામાં આવતા અહીં પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે.

હજારોની સંખ્યામાં ઉમટી પડેલા સહેલાણીઓને કારણે સર્જાયેલા આ ટ્રાફિક જામમાં વાહન ચલાવવા મુદ્દે પ્રવાસીઓ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે ઘર્ષણ અને માથાકૂટના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાના અભાવે આંતરરાષ્ટ્રીય સ્તરના ટુરિઝમ સ્થળ પર યાત્રિકોને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો છે.

આ સમાચાર શેર કરો