મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ક્ષત્રિયોના ઇતિહાસને લઇને વિવાદ, ચાલુ પ્રવચને ભાજપ નેતા જયરાજસિંહ-માણસાના પૂર્વ રાજવી યોગરાજ સિંહ વચ્ચે બોલાચાલી

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમ દર

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  જેમાં  રાજકોટમાં ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમ દરમિયાન ભાજપના સહ પ્રવક્તા જયરાજસિંહની જીભ લપસી હતી.  જેના કારણે વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે  જયરાજસિંહે પોતાના ભાષણમાં આપેલા નિવેદનને કારણે વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે આ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજના ઇતિહાસનું ખોટું ચિત્રણ ઉપસ્થિત થયું હતું. 

યોગરાજસિંહ રાઓલે તાત્કાલિક વિરોધ નોંધાવ્યો 

આ મામલે  ક્ષત્રિય સમાજના યોગરાજસિંહ રાઓલે તાત્કાલિક વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું કે ઇતિહાસને ખોટો રજૂ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન બંને વચ્ચે ચાલુ સ્પીચમાં જ ઉગ્ર બોલાચાલી થઈ,જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો..જોકે આ વીડિયોની પુષ્ટી જીએસટીવી નથી કરતું...

આ સમાચાર શેર કરો