મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સતલાસણાના ઉમરેચા નજીક એક્ટિવા સ્લીપ થતાં દંપતી ખીણમાં ખાબક્યું, બંનેના ઘટનાસ્થળે જ મોત

સોર્સ: gstv

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામ નજીક મીની પાવાગઢ તરીકે જાણીતા પહાડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મહાકાળી માતાજીનાં દર્શન કરવા આવેલા દંપતીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.

મહાકાળી માતાજીનાં દર્શન કરવા ગયા હતા 

મળતી માહિતી મુજબ, સાલડી ગામના રહેવાસી રમણ ઠાકોર અને તેમનાં પત્ની ચંદ્રિકા ઠાકોર એક્ટિવા લઈને ઉમરેચા ગામ નજીક આવેલા મીની પાવાગઢ પર મહાકાળી માતાજીનાં દર્શન કરવા પહોંચ્યાં હતાં. દરમિયાન પહાડ પર તેમનું એક્ટિવા અચાનક સ્લિપ થતાં બંને પતિ-પત્ની નીચે પટકાયાં હતાં. આ અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.  ધાર્મિક સ્થળે દર્શન કરવા ગયેલા દંપતીનાં મોતના સમાચારથી પરિવારજનોમાં શોક છવાયો છે. 

આ સમાચાર શેર કરો