મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બહુચરાજી માતાજીને પહેરાવાયો પ્રાચીન અતિમૂલ્યવાન નવલખો હાર

મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરે દશેરાના પવિત્ર પર્વે અનોખી પરંપરા નિભાવવામાં આવી હતી. વડોદરાના રાજવી દ્વારા ભેટ આપવામાં આવેલો અતિ મૂલ્યવાન નવલખો હાર માતાજીને પહેરાવવામાં આવ્યો હતો. આ હારની અંદાજિત કિંમત 300 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે અને પરંપરા મુજબ દર વર્ષે માત્ર દશેરાના દિવસે જ માતાજીને આ હાર પહેરાવવામાં આવે છે.  હારના શણગાર બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માતાજીની ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી. મુખ્ય મંદિરથી શરૂ થયેલી યાત્રા સમી વૃક્ષ સુધી પહોંચી હતી, જ્યાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દશેરાના પર્વે આ પરંપરાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.

આ સમાચાર શેર કરો