VIDEO: શક્તિપીઠ બહુચરાજીમાં નવરાત્રિના પ્રારંભે ઘટસ્થાપન
મહેસાણાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે આજથી નવરાત્રિ પર્વનો વૈદિક મંત્રોચ્ચાર સાથે

મહેસાણાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે આજથી નવરાત્રિ પર્વનો વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ગર્ભગૃહમાં ઘટસ્થાપન વિધિ યોજાતા સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું. નવરાત્રિ નિમિત્તે યોજાનાર વિવિધ ધાર્મિક કાર્યક્રમોને લઈને ગુજરાતભરમાંથી લાખો માઈભક્તો માં બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.




