VIDEO: બનાસકાંઠા: શ્રાવણના ત્રીજા સોમવારે શક્તિપીઠ અંબાજી શિવમય બન્યું
પવિત્ર શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે શક્તિપીઠ અંબાજી અને આસપાસના શિવાલયો શિવ

પવિત્ર શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે શક્તિપીઠ અંબાજી અને આસપાસના શિવાલયો શિવમય બની ગયા છે. આ ખાસ અવસરે અંબાજીના હરણેશ્વર મહાદેવ અને અરાવલી પર્વતમાળામાં સરસ્વતી નદીના કિનારે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આકર્ષક બરફના અમરનાથની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આ અલૌકિક દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક આયોજનમાં વિશેષરૂપે કબૂતરની જોડી પણ મૂકવામાં આવી હતી, જ્યારે સરસ્વતી નદીમાં સાપ પણ જોવા મળ્યા હતા. કોટેશ્વર મિત્ર મંડળ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ દિવસે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.



