Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Banaskantha: Corruption in bridge work in Amirgarh, locals break pillar and open pole

VIDEO: બનાસકાંઠા: અમીરગઢમાં પુલના કામમાં ભ્રષ્ટાચાર, સ્થાનિકોએ પિલર તોડી ખોલી પોલ

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બનાસકાંઠાના અમીરગઢમાં ઈકબાલગઢ-ખારા પુલના સમારકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. કલેક્ટરે આપેલા ૬૨ દિવસ અને કોન્ટ્રાક્ટરે લીધેલા વધારાના ૩૦ દિવસ બાદ પણ કામ અધૂરું રહેતાં ૧૦થી વધુ ગામના લોકો પુલ પર એકત્ર થયા હતા. તપાસ માટે આવેલા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સામે લોકોએ પુલનો પિલર તોડીને બતાવ્યો હતો કે સળિયા માત્ર એક જ ઇંચ અંદર નખાયા છે. અધિકારીઓએ કોન્ટ્રાક્ટરનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકોએ વર્ક ઓર્ડર માંગતા તેઓ ઓફિસનું બહાનું કાઢી ભેરવાયા હતા. હાલ લોકો દ્વારા આ મામલે પારદર્શક તપાસની માંગ કરાઈ રહી છે.

App Store