મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખની નિમણૂક વખતે કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ, ગધેડા લઈને પહોંચ્યા કોંગી નેતાઓ

સુરેન્દ્રનગરના

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખની નિમણૂક વખતે ડીઝલની અછતના મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે. કોંગ્રેસના નેતાઓ ગધેડા લઈને તાલુકા પંચાયતમાં પહોંચ્યા અને ખેડૂતોને ડીઝલ ન મળવા અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

નેતાઓએ આક્ષેપ કર્યો કે ખેડૂતોને ડીઝલ મળતું નથી. ડીઝલની અછતને કારણે વાવેતર અટકી ગયું છે અને ડીઝલ મેળવવા ખેડૂતો વચ્ચે ઘર્ષણ વધ્યું છે. મોંઘા ખાતર, બંધ કેનાલ અને ડીઝલની અછતને લઈને ખેડૂતો પરેશાન બન્યા છે. કોંગ્રેસે સરકાર પર ચૂંટણી વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો છે.

આ સમાચાર શેર કરો