VIDEO: સાયલા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી
સાયલા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અનુસૂચિત જા

સાયલા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ માટે અનામત પ્રમુખ પદ માટે નડાળા સીટના ભાજપના ઉમેદવાર ભાવુબેન સંજયભાઈ પંચાલની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે માલધારી સમાજમાંથી જીવતીબેન ગભરૂભાઈ તરગટાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, કોળી સમાજના વિનુભાઈ ઠાકરશીભાઈ મેરને કારોબારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નવા નિમણૂક પામેલા હોદ્દેદારોના શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પ્રમુખ ધોરણ આઠ, ઉપપ્રમુખ ધોરણ છ અને કારોબારી ચેરમેન ધોરણ નવ સુધી અભ્યાસ કરેલા છે. આ નવી નિમણૂકો બાદ પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


