VIDEO: સુરેન્દ્રનગર / તાવી નજીક ગમખ્વાર અકસ્માત, 2ના ઘટનાસ્થળે જ મોત
સુરેન્દ્રનગરના તાવી નજીક દેવળીયા જતા માર્ગ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિરમગામથી લીંબડી તરફ રિપેરિંગ

સુરેન્દ્રનગરના તાવી નજીક દેવળીયા જતા માર્ગ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિરમગામથી લીંબડી તરફ રિપેરિંગ માટે જઈ રહેલા ટ્રેક્ટરે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતકો ભાથરીયા ગામના વિષ્ણુ મેણીયા અને રસિકભાઈ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત બાદ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
