મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના ખેરાળી ગામમાં પીવાના પાણીનું વિતરણ ન થતા ગ્રામજનોમાં રોષ, કલેક્ટર કચેરીએ નોંધાવ્યો વિરોધ

સુરેન્દ્રનગર મહાનગરમાં ભળેલા ખેરાળી ગામમાં છેલ્લા 30 દિવસથી પીવાના પાણીનું વિ

સુરેન્દ્રનગર મહાનગરમાં ભળેલા ખેરાળી ગામમાં છેલ્લા 30 દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ચૂંટણી સમયે નેતાઓ હાથ જોડી મત માંગતા હતા, પરંતુ જીત્યા બાદ હવે ફોન પણ ઉઠાવતા નથી. ગામના 250થી વધુ મકાનધારકો બોરનું મોળું પાણી પીવા મજબૂર બન્યા છે.

બોરના પાણીના સેવનથી રોગચાળો ફાટી નીકળ્યાનો પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે. પાણી સમસ્યાને લઈને ધારાસભ્ય અને મહાનગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. અંતે રોષે ભરાયેલા ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો.

આ સમાચાર શેર કરો