VIDEO / સુરેન્દ્રનગરના યુવકને મળ્યો “કોક્રોજ જનતા પાર્ટી”નો ટ્રેડમાર્ક
સોશિયલ મીડિયા પર હાલમાં ભારે ચર્ચામાં રહેલી 'કોક્રોજ જનતા પાર્ટી'ને લઈને એક રસપ્રદ સમા

સોશિયલ મીડિયા પર હાલમાં ભારે ચર્ચામાં રહેલી 'કોક્રોજ જનતા પાર્ટી'ને લઈને એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના એક યુવકે આ ટ્રેન્ડિંગ નામનો કાયદેસરનો ટ્રેડમાર્ક પોતાના નામે કરી લીધો છે. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના અઝીમ જામ નામના યુવકે ટ્રેડમાર્ક વિભાગમાં આ નામ માટે ઓનલાઈન અરજી કરી હતી. જેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે અઝીમને સત્તાવાર રીતે 'કોક્રોજ જનતા પાર્ટી'નો ટ્રેડમાર્ક આપવામાં આવ્યો છે. આ સાથે જ આ યુવક કાયદેસર રીતે આ ટ્રેન્ડિંગ નામનો માલિક બની ગયો છે.

