VIDEO: અમદાવાદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પેટ્રોલ-ડીઝલની અછતને લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા
અમદાવાદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પેટ્રોલ-ડીઝલની

અમદાવાદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પેટ્રોલ-ડીઝલની અછતને લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સિઝનમાં ખેડૂતોને કલાકો સુધી પેટ્રોલ પંપ પર ઊભા રહેવું પડે છે, તોપણ ડીઝલ મળતું નથી. મોટરસાયકલમાં પણ પૂરતું પેટ્રોલ મળતું ન હોવાનો દાવો કરાયો છે. અમિત ચાવડાએ વ્યંગ કરતાં કહ્યું કે વડાપ્રધાન વિદેશમાં જઈને ચોકલેટ વહેંચે છે, જ્યારે ખેડૂતો લાઈનમાં ઊભા છે. તેમણે સરકારને તાત્કાલિક પેટ્રોલ-ડીઝલની તંગી દૂર કરવા અને ખાતરની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.




