Video/ સાસણમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સાદગી: પાનના ગલ્લે ચાની ચુસ્કી લીધી
જૂનાગઢ (સાસણ): ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે. ગ

જૂનાગઢ (સાસણ): ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે. ગઈકાલે તેમણે એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરમાં રાત્રિ રોકાણ કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીનો એક અનોખો અને સાદગીભર્યો અંદાજ જોવા મળ્યો હતો, જેની અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.
જનતાની વચ્ચે મુખ્યમંત્રી: પાનના ગલ્લે જમાવી બેઠક
સામાન્ય રીતે મુખ્યમંત્રીનો કાફલો ચુસ્ત સુરક્ષા ઘેરામાં હોય છે, પરંતુ સાસણમાં ભૂપેન્દ્ર પટેલે કોઈ પણ જાતના પ્રોટોકોલ વિના રાત્રિના સમયે સ્થાનિક પાનના ગલ્લે બેસીને ચા પીધી હતી. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સીએમએ ત્યાં હાજર લોકો સાથે ખૂબ જ સહજતાથી વાતચીત કરી હતી અને સ્થાનિક પ્રશ્નો તેમજ ગીરના પ્રવાસન અંગે ચર્ચાઓ કરી હતી.
વહેલી સવારે ગીર સફારીનો આનંદ
આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના કાફલા સાથે સાસણ ગીરના જંગલમાં 'સિંહ દર્શન' માટે રવાના થયા હતા. ગીરની કુદરતી સુંદરતા અને વનરાજની ઝલક જોવા માટે તેમણે સફારીનો આનંદ માણ્યો હતો.







