મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: 700 લીટરથી વધુ દૂધ રસ્તા પર ઢોળીને પશુપાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોના હિતને અસર

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોના હિતને અસર કરતા સાબર ડેરીના દૂધના ભાવ ઘટાડાના નિર્ણય વિરુદ્ધ ઉગ્ર વિરોધ થયો છે. સ્થાનિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ દૂધ લેવાનું અને સાબર ડેરીને દૂધ આપવાનું પણ બંધ કરી દીધું છે.

રાયગઢમાં 700 લીટરથી વધુ દૂધ રસ્તા પર ઢોળ્યું

રાયગઢમાં 700 લીટરથી વધુ દૂધ રસ્તા પર ઢોળીને પશુપાલકોએ રોષ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ  અચોક્કસ મુદત સુધી દૂધ ન લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલનના કારણે ડેરી ઉદ્યોગમાં અરાજકતાની સ્થિતિ સર્જાઈ છે.

આ સમાચાર શેર કરો