મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ ટ્રક સાથે ટક્કર બાદ મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, અનેક મુસાફરોની હાલત નાજુક

ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં રોડવેઝની બ

ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં રોડવેઝની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અનેક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને બચાવ કામગીરીની ટીમ દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સ્વાયત્ત સ્ટેટ મેડિકલ કોલેજ  ખાતે ખસેડવામાં આવ્યા છે.  હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે ડોક્ટરોની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે અને કેટલાક દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો