મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દીવના વેપારી સાથે 36 લાખની છેતરપિંડી આચરનારા બંટી-બબલી રાજસ્થાનથી ઝડપાયા

રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશના દીવમાં વેપારી સાથે લાખો રૂપિયાની ઓનલ

રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશના દીવમાં વેપારી સાથે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી હતી, મળતા અહેવાલ પ્રમાણે દીવના વેપારી સાથે થોડાક દિવસ પહેલા 36 લાખનો સાયબર ફ્રોડ થયો હતો. વેપારીને લાલચ આપીને ઠગ ટોળકીએ રૂપિયા એઠ્યા હતા.

વેપારી પાસેથી 36 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

વેપારીને ઘરે બેસીને બિઝનેસ વર્કની લાલચ આપી હતી. વેપારી પાસેથી 36 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. રાજસ્થાનના બંટી-બબલીએ વેપારીને નફાની મોટી લાલચ આપી હતી. વેપારીનો વિશ્વાસ કેળવીને ટોટલ 36 લાખ રૂપિયા ઓનલાઈન પડાવ્યા હતા. વેપારીએ જ્યારે આ મામલે તેમનો સંપર્ક સાધ્યો હતો તો સંપર્ક કરી શક્યા નહોતા. તો બીજી તરફ વેપારીને પોતાની સાથે સાઈબર ફ્રોડની જાણ થતાં તુંરત જ દીવ પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ દાખલ કરી હતી.

 રાજસ્થાનના જયપુરના માલવે નગરમાંથી ઝડપાયા બંટી બબલી

 સાયબર સેલ સતત 20 દિવસ સુધી આરોપીઓના લોકેશન દ્વારા તપાસ કરતી રહી હતી. આખરે આ બંટી બબલીને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા. રાજસ્થાનના જયપુરના માલવે નગરમાં  રેનટેક એપાર્ટમેન્ટમાં વસવાટ કરતાં ગણેશ ગુર્જર અને અંજલીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આકરી પૂછપરછ કરતાં બન્ને ભાંગી પડ્યા હતા.

આ સમાચાર શેર કરો