મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: છોટાઉદેપુર જિલ્લામાં પુલો તૂટવાનો સિલસિલો યથાવત, કવાંટમાં નાનો પુલ ધરાશાયી થયો

છોટાઉદેપુર જિલ્લામાં પુલો તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરની ઘટનામાં, કવાંટ તાલુકાના પાનવડ

છોટાઉદેપુર જિલ્લામાં પુલો તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરની ઘટનામાં, કવાંટ તાલુકાના પાનવડ ગામે વર્ષો જૂનો એક નાનો પુલ ધરાશાયી થયો છે. આ પુલની એક બાજુનો ભાગ તૂટી પડ્યો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પગલાં લઈને તૂટેલા ભાગને બેરિકેડ્સ મૂકીને કોર્ડન કરી દીધો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઘટનાએ છોટાઉદેપુર જિલ્લામાં પુલોની જર્જરિત હાલત અને જાળવણીના અભાવ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. 

25 થી 30 ગામોને જોડતો આ પુલનો એક ભાગ ધરાશાયી થતાં વાહન વ્યવહાર પર અસર

 ગઈકાલે મોડી રાત્રે પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. રજવાડી શાસન વખત બનેલો આ બ્રિજ વર્ષો જૂનો હોય અને જર્જરીત બની ગયો હતો. જેને લઈને બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા. 25 થી 30 ગામોને જોડતો આ પુલનો એક ભાગ ધરાશાયી થતાં વાહન વ્યવહાર પર અસર થઈ છે. પાનવડ ગામમાં આવતી સરકારી એસટી બસ સહિત તમામ વાહનો માટે રસ્તો બંધ કરાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત