મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાજધાની દિલ્હીના ભાટી માઈન્સ જંગલ વિસ્તારમાં 14 વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો

રાજધાની દિલ્હીના ભાટી માઈન્સ જંગલ વિસ્તારમાં

રાજધાની દિલ્હીના ભાટી માઈન્સ જંગલ વિસ્તારમાં એક 14 વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થી ધોરણ-9માં અભ્યાસ કરતો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશનની બહાર ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોષે ભરાયેલા લોકો પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે આ એક હત્યા છે અને પોલીસ તપાસમાં ઢીલ મૂકી રહી છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો