VIDEO: જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો
જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે લીનાબેન વિપુલભાઈ કાવાણીની પસંદગી કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદ માટ
જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે લીનાબેન વિપુલભાઈ કાવાણીની પસંદગી કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદ માટે શીલ બેઠકના ઉમેદવાર જેઠાભાઈ ચુડાસમાના નામ પર મહોર વાગી છે, જ્યારે કારોબારી ચેરમેન તરીકે રતિલાલ લાડાણીની પસંદગી થઈ છે. પક્ષના નેતા તરીકે સોનલબેન દીવરાણીયા અને દંડક તરીકે નિમુબેન ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે.
આજે ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં આ તમામ નામો નક્કી કરાયા હતા. આવતીકાલે જિલ્લા પંચાયત ખાતે સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી ભાજપે 23 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે આમ આદમી પાર્ટીને 7 બેઠકો મળી છે.



