VIDEO: જુનાગઢમાં વાવણી સમયે જ ડીઝલની અછત સર્જાતાં ખેડૂતોમાં ચિંતા, પાકમાં નુકસાન જવાની ભીતિ
દેશમાં એક તરફ પ્રધાનમંત્રીએ જ્યારે ઇંધણનો બચાવ કરવાની વાત કરી છે. ચોમાસુ પણ નજીક હોય ખે
દેશમાં એક તરફ પ્રધાનમંત્રીએ જ્યારે ઇંધણનો બચાવ કરવાની વાત કરી છે. ચોમાસુ પણ નજીક હોય ખેડૂતોને ખેતીલાયક પાક લેવા માટે વાવણી કરવાનો સમય આવ્યો છે, ત્યારે જ આ ઈંધણની ખપતે ખેડૂતોને દુવિધામાં મૂકી દીધા છે.
જુનાગઢના પેટ્રોલ પંપ ઉપર એક તરફ ટ્રક, ટ્રેકટરો અને અન્ય વાહનોની લાઈનો જોવા મળી રહી છે જ્યારે બીજી તરફ ખેડૂતો કેરબાઓ લઈ અને લાઈનમાં ઊભા છે. ખેડૂતોને સાતબારના દાખલા પર 50 લિટર ડીઝલ આપવામાં આવતું હોવાનું નક્કી થયાનું જાણવા મળી રહ્યું છે.




