VIDEO: જૂનાગઢ / ભાજપના જ નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યએ કમિશનરને પત્ર લખી ગંભીર કર્યા આક્ષેપો
જૂનાગઢ મનપામાં કરોડોના આર્થિક નુકસાન અને વહીવટી શિથિલતાન

જૂનાગઢ મનપામાં કરોડોના આર્થિક નુકસાન અને વહીવટી શિથિલતાને લઈને મોટો વિવાદ જાગ્યો છે. ધારાસભ્ય બાદ હવે ભાજપના જ નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પ્રવીણ વાઘેલાએ કમિશનરને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે.
તેમણે જણાવ્યું કે સરકારી કંપની GIPL દ્વારા બનાવાયેલું ઓનલાઈન પોર્ટલ સાવ ફ્લોપ સાબિત થયું છે. નામ ટ્રાન્સફર, નવી નોંધણી અને ઓનલાઈન વેરો ભરવામાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. માર્ચમાં વેરો ભર્યો હોવા છતાં પહોંચ જનરેટ થતી નથી, અને કરોડોનો GIS મેપિંગ પ્રોજેક્ટ પણ ઠપ્પ છે.પ્રવીણ વાઘેલાએ GIPL કંપનીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરી તેનું પેમેન્ટ રોકવા અને જનતાની સુવિધા માટે અગાઉનું સફળ 'ઈ-નગર' પોર્ટલ ફરી શરૂ કરવા ઉગ્ર માંગ કરી છે.

