મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ વટવામાં ભાજપનું શક્તિ પ્રદર્શન, સમગ્ર વિસ્તારમાં યોજી પદયાત્રા

અમદાવાદના વટવા વિસ્તારમાં ભાજપ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે પ્રચંડ પ્રચાર કરવા

અમદાવાદના વટવા વિસ્તારમાં ભાજપ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો. વટવા વોર્ડના ભાજપના ચારેય ઉમેદવારોએ રણછોડરાયજીના દર્શન કરી આશીર્વાદ લીધા બાદ સમગ્ર વિસ્તારમાં ભવ્ય પદયાત્રા યોજી હતી. આ પદયાત્રામાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ધારાસભ્ય બાબુસિંહ જાદવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકરો અને જનમેદનીને કારણે સમગ્ર વટવા વિસ્તાર કેસરિયારંગે રંગાયો હતો. પદયાત્રા દરમિયાન ઠેરઠેર જનતા દ્વારા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભાજપમય માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો