મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના લાંભામાં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ, ધારાસભ્ય અને ઉમેદવારને ભાગવું પડ્યું

અમદાવાદના લાંભા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના સ્થાનિક ઉમેદવાર ચ

તસવીર: gstv

અમદાવાદના લાંભા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના સ્થાનિક ઉમેદવાર ચાંદની પટેલ અને ધારાસભ્ય અમુલ ભટ્ટની મોતીપુરા વિસ્તારમાં યોજાયેલી સભા દરમિયાન ભારે હોબાળો થયો હતો. પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો પૂછતા સ્થાનિક દલિત યુવાન સાથે ભાજપ કાર્યકરોએ મારપીટ કરી હોવાનો આરોપ લાગ્યો છે. વિરોધ વધતાં સ્થાનિકોએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. વિરોધ કરતા લોકોની ભીડને જોઈને ઉમેદવાર ચાંદની પટેલ અને ધારાસભ્ય અમુલ ભટ્ટે સભા સ્થળેથી ભાગવું પડ્યું હતું.

આ સમાચાર શેર કરો