મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન ભુવનેશ્વર પહોંચ્યા, પુરીમાં ભગવાન જગન્નાથના કરશે દર્શન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન પોતાના બે દિવસીય ઓડિશા પ્રવાસે ભુવનેશ્વર પહોંચ્યા છે. રાષ્

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન પોતાના બે દિવસીય ઓડિશા પ્રવાસે ભુવનેશ્વર પહોંચ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ ઓડિશાની આ તેમની પ્રથમ મુલાકાત છે, જ્યાં ભુવનેશ્વર સ્થિત પાર્ટીના પ્રદેશ મુખ્યાલય ખાતે તેમણે ઓડિશા ભાજપ કોર કમિટીની એક મહત્વની બેઠક યોજી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આગામી પંચાયત ચૂંટણીઓની વ્યુહરચના અને સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, નાયબ મુખ્યમંત્રી પ્રવતી પરિડા અને પ્રદેશ પ્રમુખ મનમોહન સામલ સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. એરપોર્ટ પર પણ કાર્યકરો અને નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના પ્રવાસ દરમિયાન નીતિન નબિન પૂરી ખાતે ભગવાન જગન્નાથના દર્શન પણ કરશે અને કાર્યકરો માટેના તાલીમ શિબિરમાં હાજરી આપશે.

આ સમાચાર શેર કરો